Monday

તરબુચ ની ખેતી(watermelon farming)?


                                                        


તરબુચનુ વાવેતર ઉતર ગુજરાતમાં મોટા પાયે થાય છે. પ્રાપ્ત જાનકારી મુજબ ગુજરાત મા અંદાજે 7500 હેક્ટરમાં આ  ફળનુ વાવેતર થાય છે. ખેડૂતો 50% તરબૂચ વાવેતર કરે છે. જેમાંથી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ એટલે કે 5000 હેક્ટરમાં  ખેતી થાય છે. તેમાં 2500 હેક્ટરમાં વાવેતર માત્ર ડિસામાં જ થાય છે.
ઉનાળુ ખેતીમાં તરબુચનુ વાવેતર માર્ચની શરૂઆતમાં કરવામાં આવે છે. આશરે 75 દિવસમાં તૈયાર થતી આ ખેતી ખૂબ મહેનત માંગીલે છે. તેમજ ખર્ચાળ પણ છે. ડીસાના યુવાન ખેડૂત ચોધરી ભાઈઓ મોટી ખેતી કરે છે. તેઓ આશરે 50 હેક્ટરમાં તરબુચનુ વાવેતર કરીને એક સિઝનમાં લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
તેમણે આ ખેતી વિશે માહિતિ આપતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં  તરબુચની ખેતી અંદાજે 7500  હેક્ટરમાં કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠામાં 5000 હેક્ટર, સાબરકાંઠામાં 1000 હેક્ટર, સૌરાષ્ટ્રના જામનગર વિસ્તારમાં 1500.
પ્રતિ હેક્ટર દિઠ 35 થી 40 ટન તરબુચનુ ઉત્પાદન થાય છે. હેકટર  દીઠ વાવેતર ખર્ચ આશરે દોઢ લાખ રૂપિયા  જેટલો ખર્ચ થાય છે. 10 વર્ષ પહેલા ફક્ત 100 હેક્ટરમાં બનાસકાંઠા વિસ્તારમાં ખેતીની શરૂઆત થયેલી હત્ગી. જેમાં ફાયદો જણાતા આ ખેતી વર્તમાન સમયમાં 5000 હેક્ટર સુધી પહોંચી ગઈ છે.
ઉનાળુ પાક ગણાતી આ બાગાયતી ખેતીમાં ગરમ વાતાવરણ જળવાય રહે તો મબલખ પાક ઉતરતો હોય છે. ડીસા વિસ્તરનુ પાણી અને હવામાન આ ખેતી માટે સારૂ હોવાથી અન્ય રાજ્યની સરખામણીએ અહી ઉતમ ગુણવતાવાળી અને સ્વાદિષ્ટ થાય છે જેના કારણે તેનો ભાવ પણ સારો મળી રહે છે.
આ વિસ્તારમાં  હવામાન સારૂ હોવાથી દવાનો છંટકાવ પણ ઓછો ઉપયોગ કરવામાં આવે છે. આ પાક રાજ્યના સીમાડા વટાવીને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન,જમ્મુ કશ્મીર સુધી ટ્રકો દ્વારા પહોંચે છે. સિઝન દરમિયાન અહીથી રોજના 100 ટ્રક  તરબુચના રાજ્યની બહાર જાય છે. સૌથી મહત્વની વાતએ છે કે તરબૂચ ના સૌથી વધુ ટ્રક જમ્મુ કાશ્મીરમાં જાય છે.

આ વિસ્તારમાં હવામાન સારૂ હોવાથી જંતુનાશક દવાનો છંટકાવ ઓછો થાય છે અને તેના કારણે ફળ ની મીઠાશ ખુબ જ સરસ જળવાઈ રહે છે 



 
                                 🍉🍉 તરબૂચ ખાઓ અને ખાઈ ને ખવરાવો🍉🍉


                                                           

5 comments:

if you have any doubts please let me know