Showing posts with label કિસાન ક્રેડિટ કાર્ડ. Show all posts
Showing posts with label કિસાન ક્રેડિટ કાર્ડ. Show all posts

Wednesday

કિસાન ક્રેડિટ કાર્ડ થી ખેડૂતો ને મળશે અનેક લાભ, કેવી રીતે કરશો અરજી?

                          

નવી દિલ્હી : અર્થવ્યવસ્થા મદી માથી ઉગારવા માટે જાહેર થયેલ 20 લાખ કરોડ રૂપિયાના રોકાણની નાણાં પ્રધાન એ જાહેરાત કરી એ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. જેમાં દેશના 2.5 કરોડ ખેડૂતો ને આગામી દિવસોમાં આ મુદ્દે કાર્ડ પુરા પાડવામાં આવશે. આ માટે 2 લાખ કરોડ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી છે.

નાણાપ્રધાન એ જાહેરાત કરી એમા, આ સુવિધા કૃષિ આધારિત કાર્ય કરતા ખેડૂતો ઉપરાંત પશુ પાલકો અને માછીમારો ને પણ આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ થી તેમને સહાય કરી આપવામાં આવશે.

નાણાપ્રધાન એ જાહેરાત કરી કે આ સાથે જ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે 30 હજાર કરોડ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમ રાજ્ય સરકારો ને આપવામાં આવશે જેનાથી ખેડૂતો ને લાભ મળશે. 1 માચૅ થઈ 1 એપ્રિલ દરમિયાન 63  લાખ લોન મંજુર કરવામાં આવી છે. આ લોન માટે 86000 હજાર કરોડ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત ખેડૂતો ને ક્રેડિટ કાર્ડ પર ફાળવેલા 4 લાખ કરોડ રૂપિયાની લોન ચૂકવણી મુદત  વધારી આપવા આવેલ છે. દેશમાં હાલ સુધી 9.5 કરોડ ખેડૂતો PM કિસાન યોજના સાથે જોડાય ચુક્યા છે. 14 ફેબ્રુઆરી આ સુવિધા સાથે સંકળાયેલા લોકો ને કિસાન ક્રેડિટ કાર્ડ ની જોગવાઈ કરવામાં આવી છે.

કેવી રીતે કરશો કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી?

જો તમે પણ પીએમ કિસાન યોજના હેઠળ લાભદાયી છો અને હજુ સુધી તમારુ કિસાન ક્રેડિટ કાર્ડ નથી બન્યું?  તો આ માટે ખૂબ જ  સરળતાથી અરજી કરી શકાય છે આ માટે તમારે પીએમ કિસાન યોજનાની વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવાનું રહેશે. અહીં KCC FORM DOWNLOAD પર ક્લિક કરી ને ફોર્મ ડાઉનલોડ કરવાનુ રહશે. જેમાં જરૂરી જાણકારી આપી અને ડોક્યુમેન્ટ એટેચ  કરી કોપી બેન્ક ને મોકલવાની રહેશે. જ્યાં વેરીફિકેશન બાદ 2 થી 3  દિવસ મા કાર્ડ આપવામાં આવશે.

https://farmerfarm613.blogspot.com/2020/08/blog-post.html